દિ-૨
કૃષ્ણ (ભાગ-૧)
ઓલા Raymond's વાળા ભાઈ નહિ પણ જગત માં અત્યાર સુધી કોઈ complete man પેદા થયો છે તો મારા ખ્યાલ પ્રમાણે ફક્ત અને ફક્ત કૃષ્ણ જ છે. વિષ્ણુ ભગવાન ના જેટલા પણ અવતારો થયા એમાં કૃષ્ણ એ કોઈ કામ બાકી રાખ્યું નથી. હા હજી સુધી પોતાનું promise પાળ્યું નથી ઈ જુદી વાત છે. રામ ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, એટલે automatically એમાં મર્યાદાઓ હોયજ, પણ કૃષ્ણ ને કોઈ મર્યાદા નથી. અરે જન્મીને તરતજ જે માણસ જેલ બેલ તોડી ને પોતાના બાપુજી ને દોડાવે એને કઈ મર્યાદા નડે ભાઈ?
જન્મીને પણ પાછું સીધું નહિ રેવાનું, જાત જાત ની લીલા કરવાની. મોટા મોટા રાક્ષસો અને રાક્ષસનીઓ ને મારવા ના ને કંસ ને ટેન્શન આપે રાખવાનું. ચાલો માન્યું કે કંસ તો મામા હતા અને પોતાના મમ્મી પપ્પા ને જેલ માં પૂર્યા હતા એટલે એને હેરાન કરવો જોઈએ, પણ જે લોકો ની સાથે આપને રેહવાનું, એને પણ હેરાન કરવાના? લોકો ના ઘર ની હાંડીઓ તોડી ને માખણ ખાવાનું અને માખણ ન ભાવે તો પછી માટી ખાવાની. યશોદા માં પૂછે તો આખું બ્રહ્માંડ દેખાડવાનું. હવે સીધે સીધી માટી દેખાડે તો complete man ન કેહવાય ને પાછા?
હેરાન ખાલી રાક્ષશો, રાક્ષસ્નીઓ, ગામવાળાઓ કે પછી ઘરના ને નહિ, દેવી દેવતાઓ ને પણ થોડી સળી કરી લેવાની. નાની શી વાત માં ઈન્દ્રદેવ ને સળી કરી એટલે ઈન્દ્રદેવ ખાબક્યા હવે પોતે સળી કરી હતી એટલે ગામ લોકો ની રક્ષા પણ કરવીજ રહી ને ભાઈ? ઉપાડ્યો પર્વત અને આખા ગામ ને અંદર ઉભું કરી દીધું...
ટૂંક માં પોતે સામાન્ય માણસ નથી એ વારે વારે પૂરવાર કરતા રહ્યા. નાની ઉમરે મોટા કામ. કાળીયો સરોવર માં આરામ થી પડ્યો'તો ને ભૈસાબે નાગણીઓ પાસે ફરજીયાત "જળકમળ છાંડી જા ને બાળા" ગવડાવી નાખ્યું. કેમ? વાંક પાછો પોતાનો, આટલો જોર થી શોટ મારવા ની શી જરૂર હતી? પછી દડો સરોવર માં તો શું, સમુદ્ર માં પણ જાય ભાઈ... જે હોય તે કાલીયા ને ભગાડી ને સરોવર સ્વચ્છ કર્યું ને પર્યાવરણ પ્રત્યે તો પોતાનો ફાળો પણ આપ્યો.
તે આપેજ ને કદાચ આજ સરોવર માં ગોપીયો નહાવા પડે તો એના કપડા લઇ ને તો બોસ નેજ ઝાડ ઉપર ચડવાનું ને ભાઈ? ભાઈ નાં લક્ષણો નાનપણ થીજ દેખાતા હતા, નહિ તો ૧ લાખ થી ઉપર રાણીઓ કોને પોસાય? (હવે એમ નાં કેહતા કે તે જમાના માં સોંઘવારી હતી, પત્ની એક જ એક લાખ બરાબર હોય છે આતો એક લાખ ઓલ રેડી હતીજ હવે ગુણાકાર કરો, મારું ગણિત નાનપણ થી કાચું છે.)
ગબ્બર આ રહા હૂં મેં ...કદાચ આવુજ કહ્યું હશે જયારે અક્રૂરજી એમને ને એમના સાઈડ હીરો જેવા ભાઈ બલરામ ને લઇ ગયા મથુરા. હાથી જેવા મલ્લો ને પછાડી ને કંસ ને ભાંગી નાખ્યો, તોડી નાખ્યો. બા-બાપૂજી ને છોડાવ્યા ને નાના બાપુ ને ગાદી સોંપી હેય ને બધૂ સારૂ જેનો અંત સારો, હેને? નાં રે ભાઈ નાં...પોતાના ઘરમાં શાંતિ થઇ એટલે હવે ફઈ નાં ઘર ની ફિકર કરી ને આખું મહાભારત રચ્યું....
કૃષ્ણ ની બીજી વાતો આવતી કાલે ,,,,, ત્યાં સુધી
આવજો.
ગાંઠિયા-જલેબી
પપ્પા: "દેવકી-વસુદેવ નું આઠમું સંતાન જન્મે ત્યારે એને મારી શકાય એટલે કંસે એમને કારાવાસ આપ્યો"
પપ્પુ (આજ નો) : " એવું હતું તો એલોકો ને સાથે કેમ પૂર્યા??"
i really like this. it is great. i m also writing but not get fame and name yet. but just writing 4 my hobby only.
ReplyDeletesheth.jatin88@gmail.com
Thanks Jatinbhai,
ReplyDeleteI am really encouraged by your comments. Keep on coming, I will be now regular with this. Please also visit my Facebook page with same heading.
Regards,
Siddharth.