દિ-૧.
રાંધણ છઠ
આજે રાંધણ છઠ, એય ને આખાય ગુજરાત માં આજે રાંધા રાંધી ચાલૂ થાશે. કાલે બધાય રસોડાઓ માં રજા.નિશાળે જાતા છોકરા છોકરીયો ને પણ આજે ખુબ ઉત્સાહ હશે કારણ કે કાલ થી ત્રણ દિવસ ની રજા. તહેવારો નો એક અનોખો આનંદ હોય છે પણ મારા ખયાલ પ્રમાણે દરેક તેહેવારો પાછળ તેના ધાર્મિક કારણો ઉપરાંત થોડા વૈજ્ઞાનિક અને સામાજિક કારણો પણ હોય છે. હવે ગયી કાલ ની નાગપંચમી ને જ આપને એક ઉદાહરણ તરીકે લઈએ તો ક્યારેય આપને વિચાર્યું છે કે નાગપંચમી ચોમાસા માં જ કેમ આવે છે? ચોમાસામાં ખુબ વરસાદ હોય અને નાગ લોકો બહાર ના નીકળી શકે તો એલોકો નું ખાવા પીવાનું શું? આ તેહવાર ના બહાને એલોકો ને પણ લોકો દૂધ અને બીજી વસ્તુઓ ચઢાવે અને એલોકો ને એમનો ખોરાક મળી રહે. છે ને વૈજ્ઞાનિક અને સામાજિક કારણ?
હવે રાંધણ છઠ માં શું કારણ હશે? ભાઈ ઘરની મહિલા ઓ ૩૬૫ દિવસ રસોઈ કરતા રેતા હોય અને કોઈ દિવસ આરામ ના મળતો હોય તો શીતળા સાતમ ના બહાને આગલે દિવસે ભરપૂર રસોઈ કરી ને બીજે દિવસે ખુબ આરામ કરી લે એના સિવાય બીજો આશય શું હોઈ શકે? જુના જમાના માં આટલી બધી હોટલો કે ફાસ્ટ ફૂડીયા સેન્ટરો નહોતા કે મહિલા ઓ ને દર રવિવારે સાંજે રજા મળે, એટલે વરસ ના આ વચલે દિવસે આ બહાને રજા મળી જાય.
હા આજ ના જમાના માં ઠંડુ ખાવું એવાત ઘણા લોકો ને હજમ નથી થતી. લોકો પોતાની તબિયત પ્રત્યે વધુ સજાગ બન્યા છે, જોકે રોગો પણ એટલાજ વધ્યા છે, એટલે ૧૨-૧૩ કલ્લાક પહેલા રાંધેલી રસોઈ ખાવી પડે એ વાત કોઈ ને પસંદ નથી પડતી, અથવા તો ઓછી ગમે છે, પણ તેહવાર ની જે મૂળ ભાવના છે એને જો આપને સમજીએ તો કદાચ આવી નક્કામી ભાવનાઓ તેલ લેવા જઈ શકે છે. આમેય કઈ હોટેલ માં તમે check કર્યું કે જે પનીર ભુરજી તમે ખાઈ રહ્યા છો ઈ આજની નહિ ને કાલ સાંજે બનાવેલી છે ભલા?
ટૂંક માં તહેવાર ને તેહવાર ની જેમ ઉજવીએ અને લાંબી લપ્પન છપ્પન માં ના પડીએ તો એનો નિર્મળ આનંદ જળવાઈ રહે છે. મને ખબર છે હમણાજ ગયેલા રક્ષાબંધન ને દિવસે ઘણા માનેલા ભાઈયો પોતાની ના માનેલી બેહનો થી દૂર ભાગ્યા હશે. આ પ્રકાર નો નિર્મળ આનંદ કોઈ ને નથી પરવડતો. પરંતું જે તહેવાર માં ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો મજબૂત હોય તેને તેના મૂળ સ્વરૂપે ઉજવવવા માં કશો વાંધો ના હોઈ શકે.
મિત્રો, મારો આ બ્લોગ્ગિંગ નો પ્રથમ પ્રયાસ છે, હું રોજ કંઈક ને કંઈક વિષય લઈને તમને બધ્ધાં ને બોર કરવા માંગું છું. મોટા ભાગના લોકો જે આ વાંચી રહ્યા છે એ, કાતો મારા સગા વહાલા છે, અથવા તો મારા સોશિયલ નેટ વર્કિંગ ના મિત્રો છે, જે કદાચ બહૂ સારૂ બહૂ સારૂ એમ કેહ્શે કારણ કે મેં કોઈ દિવસ એ લોકો નું કાઈ બગડ્યું નથી, પરંતૂ, જો તેઓ પોતાના સાચા વિચારો રજુ કરશે તો મને આનંદ થશે.
આવજો.
ગાંઠિયા-જલેબી
નાગપંચમી ઉપર એક જુનો joke :
" અરે વાહ પપ્પુ, આજે તો તારી મમ્મી એ મંગાવ્યા વગર આખ્ખો વાટકો ભરી ને દૂધ મોકલ્યું?"
પપ્પુ:"હા કાકા, આજે નાગપંચમી છે ને એટલે!!!"